સ્વીકારો કે ન સ્વીકારો પણ...
સંબંધો આપણી ઈચ્છા હોય, ત્યાં નહીં, પણ,
જ્યાં નિયતિ હોય અને
જ્યાં ઋુણાનુબંધ હોય
ત્યાં જ જોડાય છે.
🙏🏻
કોઈની પાસે બે ઘડી બેસીને
તમે હળવાશ અનુભવતા હોય ને!!
તો એમ સમજી લો કે,
એ જ તમારૂં હિલસ્ટેશન છે.
🙏🏻
બહુ જ નાનકડી ફિલોસોફી...
ચાલોને, જીવીને દેખાડીએ
દેખાડીને જીવવામાં શું મજા!!!
🙏🏻
દરેક વખતે મનને મનાવવું ,
એ જિંદગી જીવી કહેવાય,
ક્યારેક મનનું પણ માનવું ,
એ જિંદગી માણી કહેવાય.
🙏🏻
કદ વધારી ના શકાય
એડી ઊંચી કરીને,
ઘણીવાર માથું નમાવવાથી
પણ ઊંચાઈ વધે છે....
🙏🏻
આ દુનિયામાં કોઈ મુર્ખ કે
હોંશિયાર નથી હોતું,
વાત એટલી જ હોય છે..કે
એક વિશ્વાસ કરે છે અને
બીજો એનો ફાયદો ઉઠાવે છે.
🙏🏻
ક્યારેક પોતાની જાતને એક સવાલ કરો કે…
મારી ગેરહાજરી પછી કોને કોને ફરક પડશે?
ફરક પડે તેની ચિંતા કરો...
બાકી બધાંને તેમના હાલ પર છોડી દો
પછી જોજો જીવવાની મઝા આવશે.
🙏🏻
ઉદાહરણ આપવું તો સહેલું છે.
પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે
🙏🏻
દરેક વ્યક્તિને જીવનમાં
એકવાર તો અનુભવ થાય જ કે..
લાગણીઓ ખોટી ન હતી પણ
ખોટી જગ્યાએ હતી..!!
🙏🏻
સમય જોઈ જે સંબંધ રાખે
તેના કરતા,
સંબંધ જોઈ સમય આપે
તે જ સાચો સંબંધ !!!
🙏🏻
મીઠાશના બે બોલની પણ
કેટલી કમાલ હોય છે,
સાંભળે છે કાન અને
ખીલી ઊઠે છે ચહેરો.
🙏🏻
તું ખુશ + હું ખુશ = બધા જ ખુશ
જિંદગીનું ગણિત આટલું બધું સરળ છે. છતાંય,
મોટાભાગે લોકો નાપાસ કેમ થાય છે!!
🙏🏻
ક્યાં સુધી કલરફૂલ રાખશો એ સંબંધને
કે,
જ્યાં કલર કરવાની જવાબદારી ફક્ત તમારી જ હોય....!
🙏🏻
ભગવદ્ ગીતા: *બે જ વાક્યમાં…
એક….. અર્જુન કહે છે,
સામે છે એ બધા જ આપણા છે.
બે….. ભગવાન કહે છે,
આપણા જ છે તો પછી સામે કેમ છે?
🙏🏻
એવું જરૂરી નથી કે,
તમે ફક્ત કઈંક ખોટું કરવાને કારણે જ દુઃખ સહન કરો છો…..
ક્યારેક તમારે ખૂબ જ સારા હોવાને કારણે પણ દુ:ખ સહન કરવું પડે છે.
🙏🏻
લોટરી… ફક્ત પૈસાની જ લાગે એવું જરૂરી નથી.
સારા વ્યક્તિનું
તમારા જીવનમાં હોવું એ પણ “લોટરીથી” ઓછું નથી.
🙏🏻
પૈસાનું દેવું હોય તો મહેનત કરી ચૂકવી શકાય.
પરંતુ કોઈએ ખર્ચેલ સમય અને લાગણીનું દેવું ક્યારેય ચૂકવી શકાતું નથી.
🙏🏻
LOOK
જોઈને પસંદ કરેલી વ્યક્તિ જોડે તમે ખાલી સારા લાગી શકશો…
પણ
મન અને વિચાર જોઈને પસંદ કરેલી વ્યક્તિ જોડે તમે સારા લાગો કે ના લાગો પણ ખુશ તો જરૂર લાગશો..!!
🙏🏻
જો મુશ્કેલીઓ નહીં આવે, તો
તમે કેવી રીતે ચમકશો.
તમે કેવી રીતે સમજશો…. કે
કોણ તમારું છે અને કોણ નથી.!!

No comments:
Post a Comment