પૈસાના પણ કેટલાં નામ છે
મંદિરમાં આપો તો (દાન)
સ્કૂલમાં આપો તો (ફી)
લગ્નમાં આપો તો ( ચાંદલો)
કન્યાને લગ્નમાં આપો તો (દહેજ)
છુટાછેડામાં આપો તો (જીવાય ભથ્થું કે દાવો)
કોઈને આપો અથવા લ્યો તો (રૂણ)
પોલીસ કે ઓફિસર કરે તો
(દંડ)
સરકાર લ્યે તે (કર)
કર્મચારી મેળવે તે (પગાર)
નિવૃત્તિમાં આપે તે (પેન્શન)
અપહરણ કરીને માંગે તે (ખંડણી)
હૉટલમાં આપો એ (ટીપ)
બેંકમાંથી ઉધાર લ્યો તે (લોન)
મજુરને ચૂકવો તે (મજુરી)
ઑફિસરને છાનામાના આપો તે (લાંચ)
કોઈને પ્રેમથી આપો તે (ભેટ)
હા સાહેબ, હું પૈસો છું
આપ મને મૃત્યું પછી ઉપર નહી લઈ જઈ શકો, પણ જીવતા હું તમને બહુ ઉપર લઇ જાવ છું.
હા સાહેબ, હું પૈસો છું
મને પસંદ કરો એટલે સુધી જ લોકો તમને પસંદ કરી શકસે
હા સાહેબ, હું પૈસો છું
હું મીઠાં જેવો છું, જે જરૂરી તો છે, પણ જરૂરીયાતો કરતાં વધુ તો જીવનનો સ્વાદ બગાડું છું
હા સાહેબ, હું પૈસો છું
ઈતિહાસમાં એવા કેટલાય ઉદાહરણ જોવા મળે છે, જેની પાસે અઢળક સંપત્તિ હતી તેના મોત પછી રોવાવાળા કોઈ ન હતાં
હા સાહેબ, હું પૈસો છું
હું કંઈ જ નથી, છતાં હું નક્કિ કરૂ છું કે "લોકો તમારી કેટલી ઈજ્જત કરશે?"
હા સાહેબ, હું પૈસો છું
હુ તમારી પાસે છું તો તમારો છું તમારી પાસે નથી તો આપનો નથી . પણ હું તમારી પાસે છું, તો સૌ તમારાં છે.
હા સાહેબ, હું પૈસો છું
હુ નવાનવા સંબંધો બનાવું છું.. પણ સાચા અને જુનાં બગાડુ છું.
હા સાહેબ, હું પૈસો છું
હુ જ બધા કજિયાનું મૂળ છું, તો પણ કેમ બધા લોકો મારી પાછળ પાગલ છે?
No comments:
Post a Comment