Sunday, November 30, 2025

સારવારના હઠાગ્રહ કરતાં જ્ઞાનને પ્રાધાન્ય આપવું જોઈએ

 ડૉ. લોપા મહેતા મુંબઈની જીએસ મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતાં, જ્યાં તેઓ એનાટોમી વિભાગના વડા તરીકે સેવા આપતાં હતાં. ૭૮ વર્ષની વયે તેમણે લિવિંગ વિલ લખી. તેમાં તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું...  

“જ્યારે શરીર સાથ આપવાનું બંધ કરી દે, જ્યારે સ્વસ્થ થવાની કોઈ શક્યતા ન રહે, ત્યારે મારા પર કોઈ સારવાર ન કરવી. કોઈ વેન્ટિલેટર નહીં, કોઈ ટ્યુબ નહીં, કોઈ અનાવશ્યક હોસ્પિટલની ધમાલ નહીં. મારા અંતિમ ક્ષણો શાંતિથી પસાર થવા દો.  

સારવારના હઠાગ્રહ કરતાં જ્ઞાનને પ્રાધાન્ય આપવું જોઈએ.”  

Saturday, November 29, 2025

Time / નથી

 "સમય નથી.....?


બાર કલાકની મુસાફરી ચાર કલાક થઈ ગઈ છે, છતાં એક માણસ કહે છે -

સમય નથી


બાર લોકોનો પરિવાર બે લોકો સુધી ઘટી ગયો છે, છતાં એક માણસ કહે છે -

સમય નથી


ચાર અઠવાડિયા લાગતો સંદેશ હવે ચાર સેકન્ડમાં મળે છે, છતાં એક માણસ કહે છે -

Friday, November 28, 2025

Follow / સારી લાઈફસ્ટાઈલને ફોલો કરો

 નાઈટ શિફ્ટની નોકરી દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી નહીંતર બગડી શકે છે તબિયત


અત્યારે લોકોની લાઈફસ્ટાઈલ ઝડપથી બદલાતી જઈ રહી છે. કાર્યના વધતા બોજની અસર લોકોના આરોગ્ય પર પણ પડવા લાગી છે. કામનું પ્રેશર એ રીતે વધવા લાગ્યુ છે કે આજકાલ નાઈટ શિફ્ટમાં કામ કરવાનું પણ ખૂબ ચલણ વધી ગયુ છે. ઘણી વખત મોડી રાત સુધી કામ કરવાના કારણે લોકો ઘણી સમસ્યાઓનો શિકાર થવા લાગે છે. દરમિયાન જરૂરી છે કે કામની સાથે-સાથે પોતાના આરોગ્યનું પણ પૂરતુ ધ્યાન રાખવામાં આવે.

Thursday, November 20, 2025

Madam તમે હજી સુધી લગ્ન કેમ નથી

                                                               એક વખત જરૂર વાંચજો થોડો સમય કાઢી ને...



એક શાળા માં એક નવી 30 32 વરસ ની એક શિક્ષિકા ની ભરતી થઇ.. એ શાળા girls school હતી.. એ શિક્ષિકા દેખાવ માં અતિ સુંદર હતી પણ એને હજી સુધી લગ્ન નોહતા કર્યા..

બધી છોકરીઓ એની આજુ બાજુ ઘૂમ્યા કરતી.. અને પ્રશ્ન કરતી કે

" મેડમ તમે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા તમે તો એટલા સુંદર છો કે તમને તો ગમે તે હા પાડી દે..

શિક્ષિકા એક વાત કહે છે બધાને...

એક સ્ત્રી ને 5 દીકરીઓ હતી.. પણ એક પણ દીકરો ન હતો.. એટલે એ સ્ત્રી નો પતિ નારાજ હતો એનાથી..

Monday, November 17, 2025

હરેકૃષ્ણ

 "અબોલ ઋણાનુબંધ"

^^^^^^------ "હરેકૃષ્ણ"

આ એક એવી વાત છે, જે કદાચ આજના ઝડપી અને આધુનિક યુગમાં તમે તરત સ્વીકારી નહી શકો, પણ જેમણે પ્રકૃતિને હૃદયથી ઓળખી છે, તેમના માટે આ વાત જીવનનું અનમોલ ઘરેણું છે. 


મેં આ ઘટના મારાં દાદી, મણી મા, પાસેથી સાંભળી હતી—એક સંબંધની કથા, જે માનવ અને પંખી વચ્ચે બંધાયો હતો. —જે પ્રેમ અને કર્તવ્યની પરાકાષ્ઠા હતી.


"તારા દાદા, એ તો ધર્મના માણસ, પવિત્ર જીવન જીવતા," દાદીએ વાત શરૂ કરી હતી. "એ વહેલા ઊઠીને સંધ્યા વંદન કરે, દેવની પૂજા કરે, અને બાર વાગે બરાબર સૂર્યને અર્ઘ્ય આપે."


એ જમાનામાં ઘર દેશી નળિયાના હતાં, પણ ઘરની સામે લોખંડના પતરાનો એક મોટો શેડ બનાવેલો, જેને ગામડામાં સૌ 'ઢાળિયું' કહે. દાદાની પૂજા મધ્યાહન સુધી ચાલતી, અને બરાબર સૂર્યને અર્ઘ્ય આપવાનો સમય થાય, એટલે એક ઘટના નિયમિત બનતી.

Saturday, November 8, 2025

My Hubby / મારા પતિ

 એક સ્ત્રીની આદત હતી કે તે દરરોજ સૂતા પહેલા એક કાગળ પર પોતાની દિવસની ખુશીઓ લખતી હતી….એક રાત્રે તેણે લખ્યું:


 હું ખુશ છું, કે મારા પતિ આખી રાત જોરથી નસકોરા બોલાવે છે!  કારણ કે, તે જીવંત છે, અને મારી પાસે છે.  આ માટે પ્રભુ નો આભાર છે...

Wednesday, November 5, 2025

Life ની નબળી ક્ષણ જો સાચવી લો, તો જિંદગી સ્વર્ગ બની જાય

 અનેક જગ્યાએ પ્રયત્નો કર્યા છતાં નિશાંતને નોકરી નહોતી મળી રહી. રોજ સવારે ઘરેથી નીકળી, હોંશે હોંશે ઇન્ટરવ્યૂ આપવા જાય પણ ઘરે આવે, ત્યારે એ વીલે મોઢે પાછો ફર્યો હોય, એટલે પપ્પાજીનું ભાષણ શરૂ થઈ જાય.

“સવાર પડે, ને નીકળી પડે લાટસાહેબ સૂટ-બૂટમાં તૈયાર થઈને, સાંજે આવે, દિવેલ પીધા જેવું મોઢું લઈને. કેટલી વાર કહ્યું છે, કે મારી ઓફિસના સાહેબને એક વાર મળી લે. એમની ભલામણ હશે તો ક્યાંક આછી-પાતળી નોકરી મળી જશે પણ અમારા સાહેબ તો સિદ્ધાંતના પૂંછડા.. કોઈનો ઉપકાર ક્યાંથી ખપે એમને ! વળી ઉંમરલાયક થઈ ગયા, એટલે સાહેબને વધુ તો કંઈ કહેવાશે નહિ !”

Tuesday, November 4, 2025

મિત્રોની મહેફિલ

 મિત્રોની મહેફિલ


🌾 સાંઠ પુરા થઈ ગ્યાંને 

સીત્તેરે 

પહોંચવા આવ્યા, 

ત્યાં ફાળ પડી કે સાચું 

જીવવાનું તો બાકી છે ! 

🌟 શરીરને થોડુંક ટટ્ટાર કર્યું 

ફરીને જીવવા માટે, 

ત્યાં ખબર પડી કે મણકાં 

તો ઘસાઈ ગ્યા છે! 


🪸 આંખોને જ્યાં ખોલી  

સ્વપ્નાંઓ જોવા માટે, 

ત્યારે ખબર પડી કે 

આંખોમાં તો 

મોતિયા છે! 


🍁 દિલ પર હાથ રાખી ને નવી 

જ સફર શરૂ કરી, 

ત્યારે ખબર પડી કે  એક 

બે નસો તો બંધ છે! 


🌼 મુઠ્ઠીઓ વાળી ફરી વખત થોડું દોડી લેવા ગ્યાં, 

ત્યાં તો ખબર પડી કે શ્વાસ 

તો ચઢી જાય છે! 


🌿 સંતાનો સાથે બેસી વાતો 

કરવાની ઈચ્છા થઈ, 

પણ બધાં જ સૌ-સૌની 

દુનિયામાં વ્યસ્ત છે! 


🌸 થોડાં અધૂરાં સંવાદો ફરી 

કર્યા પત્ની સાથે, 

ત્યાં ખબર પડી કે તેને તો 

કાનમાં બેરાશ છે! 


🌷અંતે મિત્રોની ટોળીમાં 

જઈને 

ધીંગામસ્તી કરી, 

ત્યારે અહેસાસ થયો કે 

શાંતિતો અહીં જ છે! 


 એટલે જ તો કહેવાય.. છે.. કે.. 


💓 "પુરૂષોને કાંઈ પિયર નથી હોતું, 

પણ મિત્રોનું વૃંદાવન હોય છે !"

આજે ભારતમાં જે રેલ્વે છે તે કોણ લાવ્યું

  આજે ભારતમાં જે રેલ્વે છે તે કોણ લાવ્યું? તમારો જવાબ હશે બ્રિટિશરો! ના, બ્રિટિશરો ફક્ત વિક્રેતા હતા. ભારતમાં રેલ્વે લાવવાનું સ્વપ્ન એક ભારત...