મિત્રોની મહેફિલ
🌾 સાંઠ પુરા થઈ ગ્યાંને
સીત્તેરે
પહોંચવા આવ્યા,
ત્યાં ફાળ પડી કે સાચું
જીવવાનું તો બાકી છે !
🌟 શરીરને થોડુંક ટટ્ટાર કર્યું
ફરીને જીવવા માટે,
ત્યાં ખબર પડી કે મણકાં
તો ઘસાઈ ગ્યા છે!
🪸 આંખોને જ્યાં ખોલી
સ્વપ્નાંઓ જોવા માટે,
ત્યારે ખબર પડી કે
આંખોમાં તો
મોતિયા છે!
🍁 દિલ પર હાથ રાખી ને નવી
જ સફર શરૂ કરી,
ત્યારે ખબર પડી કે એક
બે નસો તો બંધ છે!
🌼 મુઠ્ઠીઓ વાળી ફરી વખત થોડું દોડી લેવા ગ્યાં,
ત્યાં તો ખબર પડી કે શ્વાસ
તો ચઢી જાય છે!
🌿 સંતાનો સાથે બેસી વાતો
કરવાની ઈચ્છા થઈ,
પણ બધાં જ સૌ-સૌની
દુનિયામાં વ્યસ્ત છે!
🌸 થોડાં અધૂરાં સંવાદો ફરી
કર્યા પત્ની સાથે,
ત્યાં ખબર પડી કે તેને તો
કાનમાં બેરાશ છે!
🌷અંતે મિત્રોની ટોળીમાં
જઈને
ધીંગામસ્તી કરી,
ત્યારે અહેસાસ થયો કે
શાંતિતો અહીં જ છે!
એટલે જ તો કહેવાય.. છે.. કે..
💓 "પુરૂષોને કાંઈ પિયર નથી હોતું,
પણ મિત્રોનું વૃંદાવન હોય છે !"
No comments:
Post a Comment